શનિવાર, 30 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 3 મે 2021 (09:02 IST)

કોરોના વાયરસના સંકટ વચ્ચે શરીરમાં ઓક્સિજન લેવલ કેવી રીતે જાળવી રાખવુ, જાણો શુ શુ ખાવુ જોઈએ

કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે દુનિયા આ મહામારીનુ વિકરાળ રૂપ જોઈ રહી છે. બીજી બાજુ આ વખતે કોરોનાના આ લક્ષણમાં શ્વાસ લેવામાં તકલીફ એવુ કારણ છે જેને કારણે આ બીમારીનુ ભયાનક રૂપ જોવા મળ્યુ. કોરોનાના દર્દીઓમાં ઓક્સીજન લેવલની કમી થવાને કારણે તેમની હાલત ઝડપથી બગડે છે. આવામાં બધા લોકો શરીરમાં ઓક્સીજન લેવલ કાયમ રાખવા માટે ડાયેટનુ વિશેષ ધ્યાન રાખી રહ્યા છે. આવો જાણીએ ઓક્સીજનને કાયમ રાખવા માટે તમારે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
આ વસ્તુઓના સેવન કરવાથી કંટ્રોલમાં રહે છે ઓક્સિજનનું લેવલ  
 
શરીરમાં ઓક્સિજનનું સ્તર જાળવી રાખવા આયર્ન, કોપર, વિટામિન એ, વિટામિન બી 2, વિટામિન બી 3, વિટામિન બી 5, વિટામિન બી 6, વિટામિન બી 9 અને વિટામિન 12 ની જરૂર પડે છે.
 
વિટામિન બી 12 ના સ્ત્રોત
માંસાહારી સ્રોત - ઓર્ગન મીટ  (લીવર), ચિકન,ટૂના ફિશ અને ઇંડા.
શાકાહારી સ્ત્રોત- મશરૂમ, બટાકા, એવોકાડો, મગફળી, બ્રોકલી, બ્રાઉન રાઈસ  અને ચીઝ વગેરે.
 
વિટામિન બી 2-
નોન-વેજ સ્રોત - ઇંડા, ઓર્ગન મીટ (કિડનીલિવર).
શાકાહારી સ્ત્રોત- દૂધ, દહીં, ઓટ્સ, બદામ, કઠોળ અને ટામેટાં.
 
વિટામિન એ-
માંસાહારી સ્રોત - ઓર્ગન મીટ,  ટૂના ફીશ અને ઇંડામાં જોવા મળે છે.
શાકાહારી સ્ત્રોત- ગાજર, શક્કરીયા, દૂધી, કેરી, વેનીલા આઈસ્ક્રીમ અને પાલક.
 
આયરન (લોહ) 
નોન-વેજ સ્રોત - ઓએસ્ટર, ચિકન, બતક અને બકરીનુ મીટ.
શાકાહારી સ્ત્રોત- કઠોળ, લીલા પાંદડાવાળા શાકભાજી, વિવિધ પ્રકારની દાળ અને વટાણા.
 
કૉપર -  
નોન-વેજ સ્રોત - ઓએસ્ટર(છીપ), ક્રૈબ અને ટર્કી.
શાકાહારી સ્ત્રોત- ચોકલેટ, તલ, કાજુ, બટાકા, શિતાકે મશરૂમ.
 
Disclaimer- આ લેખમાં આપેલી માહિતીની ચોકસાઈ, સમયસરતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જો કે અમારી તમને નમ્ર વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલાં તમે તમારા ડોક્ટરનો સંપર્ક કરો. આ લેખ ફક્ત તમારી જાણકારી વધારવાના ઉદ્દેશ્યથી  લખાયો છે.