શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચેન્નાઈ , સોમવાર, 22 ડિસેમ્બર 2008 (10:42 IST)

મુંબઈ પર હુમલો કરવા પાછળનું કારણ

ભારત-પાક. વચ્ચે તણાવ પેદા કરી લાભ લેવાનો

નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપુરનાં લી કુઅન યેવ સ્કુલનાં ડીન તથા પ્રોફેસર કિશોર મહુબનીએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ પેદા કરવાના ઈરાદાથી આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કરાવ્યો હતો.

ચેન્નાઈમાં યોજાયેલા પેન આઈઆઈટી 2008 ગ્લોબલ કોન્ફરન્સનાં સમાપન સમારોહમાં મુંબઈ પર થયેલા હુમલા કરવા પાછળ આતંકવાદીઓનો પ્રથમ મકસદ લોકોની હત્યા કરવાનો હતો. પણ તેમની રણનીતિ ભારત પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ પેદા કરવાનો હતો. તેમણે કહ્યું કે આતંકવાદી ભારત તરફથી રોષપૂર્ણ પ્રતિક્રિયા મેળવવા માંગતા હતાં.

આ પ્રવૃત્તિ કરવા પાછળનું કારણ પાકિસ્તાનમાં અસ્થિરતાભરી સ્થિતિ પેદા કરીને આતંકવાદીઓ પોતાનું સ્થાન મજબૂત કરવા માંગે છે.