Aliya Bhatt Baby - કપૂર ખાનદાનમાં ગુંજી કિલકારી, આલિયા ભટ્ટ બની માતા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બની ગહ્યા છે. અભિનેત્રીએ એક પુત્રીને જન્મ આપ્યો છે.

social media

કહેવામાં આવી રહ્યું છે કે આલિયાની સી-સેક્શન ડિલિવરી થઈ છે.

આલિયાને ડિલિવરી માટે મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આલિયાએ સોશિયલ મીડિયા દ્વારા માતા બનવાના ખુશખબર શેર કર્યા છે.

પુત્રીના જન્મ બાદ કપૂર અને ભટ્ટ પરિવારમાં ઉજવણીનો માહોલ છે.

ફેંસ અને સેલેબ્સ આલિયા-રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે.

રણબીર અને આલિયાએ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા.

લગ્નના બે મહિના બાદ આલિયાએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.