Alvida Raju Srivastava - એક સમયે ઓફિસોમાં કર્મચારીઓને હસાવતા હતા
જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનુ 58 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. રાજૂએ સ્ટેંડઅપ કોમેડીથી લઈને ફિલ્મો અને ટીવી શો સુધી પોતાની પ્રતિભા લોકો સુધી પહોંચાડી હતી.
social media
રાજૂ શ્રીવાસ્તવનુ અસલી નામ સત્ય પ્રકાશ હતુ. તે ઉત્તર પ્રદેશના ઉન્નાવ જીલ્લાના રહેનારા હતા.
social media
રાજૂ હંમેશાથી હાસ્ય કલાકાર બનવા માંગતા હતા. તેમણે અમિતાભ બચ્ચને જોઈને અભિનય અને ફિલ્મોનો શોક ચઢ્યો હતો. તે મોટેભાગે બિગ બી ની મિમિક્રી કરતા હતા.
social media
યૂપીથી મુંબઈ આવેલા રાજુએ ઘણી તંગદીલીનો સામનો પણ કર્યો. પોતાનો ખર્ચો ઉઠાવવા માટે તે ઓટો ચલાવતા હતા.
social media
રાજૂએ ફિલ્મ તેજાબ દ્વારા બોલીવુડ ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે મેને પ્યાર કિયા મા ટ્રક ક્લીનર અને બાજીગરમાં કોલેજ સ્ટુડેંટનો રોલ પણ ભજવ્યો.
social media
રાજૂને મલ્ટીનેશનલ અને કોર્પોરેટ ઓફિસોમાં કર્મચારીઓને હસાવવા માટે બોલાવવામાં આવતા હતા. તેઓ પોતાના રમુજી ટુચકા દ્વારા લોકોને હસાવીને કામનુ તનાવ ભૂલાવી દેતા હતા.
social media
રાજૂએ 1994માં દેખ ભાઈ દેખ સીરિયલ દ્વારા ટીવીની દુનિયામાં પગ મુક્યો. 1998માં રિપોર્ટર ધુરંધર સિંહના રોલમાં જોવા મળ્યા હતા.
social media
રાજૂને અસલી ઓળખ ધ ગ્રેટ ઈંડિયન લાફ્ટર ચેલેંજ દ્વારા મળી હતી. આ શો માં તેઓ રનર અપ રહ્યા હતા. લોકોએ તેમને ધ કિંગ ઓફ કોમેડીનુ ટાઈટલ આપ્યુ હતુ.
social media
રાજૂને અંડરવર્લ્ડ ડૉન પર જોક્સ બનાવવાને કારણે જીવથી મારવાની ધમકી મળી હતી.
social media
રાજૂ બિગ બોસ (2009) અને નચ બલિયે (2013) જેવા રિયાલિટી શોજ માં પણ જોવા મળ્યા હતા.