Pushpa 2 - અલ્લુ અર્જુનની પુષ્પા 2 ને લઈને મોટું અપડેટ

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

social media

પુષ્પામાં અલ્લુ અર્જુનની સ્ટાઈલ, ડાયલોગ્સ અને આઇકોનિક ડાન્સ સ્ટેપ્સ દરેક જગ્યાએ છવાયા હતા

ફેંસ આ ફિલ્મનો બીજો ભાગ પુષ્પા ધ રૂલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા પુષ્પા 2ની પૂજા સેરેમની રાખવામાં આવી હતી.

પુષ્પા 2 વિશે તાજેતરમાં એક રસપ્રદ માહિતી સામે આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુન ટૂંક સમયમાં બીજા ભાગનું શૂટિંગ શરૂ કરી શકે છે.

અલ્લુ અર્જુન ઑક્ટોબરના મધ્યમાં પુષ્પા 2 માટે શૂટિંગ શરૂ કરશે અને ટૂંક સમયમાં તેમનુ નવુ લુક જાહેર કરવામાં આવશે.

અલ્લુ અર્જુન આ દિવસોમાં ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.