કેટરીના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી

વિકી કૌશલની અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ: શખ્સ કેટરીનાને સોશ્યલ મીડીયામાં અશ્ર્લીલ મેસેજ કરતો હતો

વિકી કૌશલ અને કેટરીના કેફને કોઈ અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

ધમકી આપનાર શખ્સ કેટરીના કેફને છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડીયા પર સ્ટોક કરી રહ્યો હતો.

જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખ્સનું નામ સોશ્યલ મીડીયા પર છે પણ તે અસલી છે કે નહીં, તેની પુષ્ટિ નથી થઈ.

આ શખ્સ કેટરીનાને સોશ્યલ મીડીયા પર અશ્લિલ કોમેન્ટસ મોકલતો હતો

ધમકી આપનાર શખ્સને કેટરીના સાથે લગ્ન કરવા હતા

આ કારણે તે વિકકી કૌશલ, કેટરીના કેફને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું બહાર આવ્યું છે.