Top Places to Visit in Gujarat - ગુજરાતના 10 બેસ્ટ ટુરિઝમ સ્પૉટ
ગુજરાતમાં હરવા-ફરવા માટે અનેક રોમાંચક તીર્થ અને પ્રાકૃતિક સ્થળ છે. જાણો 10 વિશેષ પર્યટન સ્થળ
webdunia
કચ્છનું રણ: અહીં તમે સફેદ રણ જોઈ શકો છો. ભુજ અહીંનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે.
ગીર અભયારણ્ય: ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક અને અભયારણ્ય ગુજરાત રાજ્ય અને પશ્ચિમ-મધ્ય ભારતમાં સ્થિત છે.
સોમનાથ મંદિર અને ભાલકા તીર્થઃ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે સોમનાથ અને અહીં પ્રભાશ પ્રદેશમાં જ શ્રી કૃષ્ણના દેહના ત્યાગનું સ્થાન છે ભાલકા તીર્થ
દ્વારકા ધામ: 4 ધામોમાંથી 1 ધામ અને 7 પવિત્ર પુરીઓમાંથી એક છે દ્વારકા . દ્વારકા 2 છે - ગોમતી દ્વારકા, બેટ દ્વારકા.
સાપુતારાઃ આ ગુજરાતનું એક ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. જો તમને ટ્રેકિંગ પસંદ છે તો આ જગ્યા તમારા માટે યોગ્ય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ અહી સરદાર પટેલનુ સ્ટેચ્યુ જોવા ઉપરાંત મનોરંજનના અન્ય ઘણા માધ્યમો છે.
ધોળાવીરા અને લોથલ : જો તમને પુરાતત્વીય સ્થળ જોવા અને સમજવામાં રસ હોય તો અહીંની મુલાકાત અચૂક લો.
પાવાગઢ: વડોદરાની નિકટ હાલોલમાં પાવાગઢ એ એક નાનું હિલ સ્ટેશન છે જ્યાં માતા કાલિકાનું પ્રાચીન મંદિર છે.
જામનગરઃ જામનગર એ વાસ્તુકલાનું પ્રખ્યાત સ્થળ માનવામાં આવે છે. આ કિલ્લાઓ, મહેલો અને ધાર્મિક સ્મારકોથી ભરેલું છે.
જૂનાગઢ: જૂનાગઢ એક પ્રાચીન શહેર છે. અહીં ગિરનાર હિલ સ્ટેશન અને પ્રાચીન મંદિરો અને ઇમારતો જોવી અદ્ભુત છે.