આમિર ખાનને લાલ સિંહ ચઢ્ઢાના બૉયકોટથી કેટલું થયું નુકસાન?
આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાએ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મના બૉયકોટની ઝુંબેશની ફિલ્મના કલેક્શન પર ઊંડી અસર પડી હતી.
webdunia
ખરાબ શરૂઆત
આમિર ખાન એક મોટો સ્ટાર છે અને તેની ફિલ્મો, સારી કે ખરાબ, હંમેશા બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરે છે.
webdunia
ઠગ્સનુ જોરદાર ઓપનિંગ
તેમની છેલ્લી રિલીઝ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેને વિવેચકો દ્વારા બકવાસ ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી, તેણે પ્રથમ દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી હતી.
webdunia
રજાનો પણ ન મળ્યો લાભ
લાલ સિંહ ચડ્ઢા રક્ષાબંધનની રજા છતા પહેલા દિવસે માત્ર 11.70 કરોડ રૂપિયાનુ જ કલેક્શન કરી શકી.
webdunia
લોકોએ વિચારી લીધુ હતુ
આટલા ઓછા કલેક્શન પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના લોકોએ નક્કી કરી લીધુ હતુ કે તેઓ આ ફિલ્મ જોશે નહી, જેની
અસર સ્પષ્ટ જોવા મળી.
webdunia
કલાકારના નામે આવે છે ભીડ
સામાન્ય રીતે મોટા સ્ટાર્સની ફિલ્મો ખરાબ હોવા છતા પહેલા ત્રણ દિવસમાં સારો બિઝનેસ કરે છે, પરંતુ લાલ સિંહ ચઢ્ઢા આવું ન કરી શકી.
webdunia
બૉયકોટની ઊંડી અસર
જો બૉયકોટના ઝુંબેશને વેગ મળ્યો ન હોત અને ફિલ્મની નકારાત્મક રિપોર્ટ છતાં, લાલ સિંહ ચડ્ઢાનો લાઈફટાઈમ બિઝનેસ
લગભગ 170 કરોડનો હોત.
webdunia
બોયકોટ બન્યુ ટેંશન
બોલીવુડમાં બૉયકોટને કારણે ઘણા કલાકારોને નુકશાન થઈ રહ્યુ છે. શુ લોકો બોલીવુડની ફિલ્મોથી કંટાળી ગયા છે કે આ સ્ટાર પ્રત્યેનો એક રોષ છે.