રાજુ શ્રીવાસ્તવની લવ સ્ટોરી

રાજૂ શ્રીવાસ્તવની પત્નીનુ નામ શિખા શ્રીવાસ્તવ છે અને તેની લવસ્ટોરી ખૂબ ખાસ છે.

social media

રાજુએ શિખાને પહેલીવાર પોતાના ભાઈના લગ્નમાં જોઈ હતી

શિખાને જોતા જ તેમને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેમણે તેની સાથે લગ્ન કરવાનુ વિચાર્યુ હતુ.

રાજુને જાણ થઈ કે શિખા તેમની ભાભીના કાકાની પુત્રી છે અને ઈટાવામાં રહે છે.

ત્યારબાદ તેમણે પહેલા શિખાના ભાઈઓ સાથે મેળાપ વધાર્યો. દરેક વખતે તેઓ તેમના ભાઈઓને મળતા. પણ શિખાને કશુ કહી શકતા નહોતા.

આ દરમિયાન વર્ષે 1982માં રાજુ શ્રીવાસ્તવ પોતાનુ નસીબ અજમાવવા મુંબઈ આવી ગયા

વચ્ચે વચ્ચે રાજુ શ્રીવાસ્તવ શિખાના ઘરે પત્રો મોકલતો હતો કે તેના લગ્ન બીજે ક્યાંક થઈ તો નથી ગયા

એક દિવસ રાજુએ તેના ઘરે પોતાનુ માંગુ મોકલાવ્યુ. જે બાદ શિખાનો ભાઈ તેનું મુંબઈ ઘર જોવા ગયો હતો.

જે બાદ બંનેના લગ્ન નક્કી થયા હતા. શિખાને પહેલીવાર જોયા બાદ રાજુ શ્રીવાસ્તવે તેની સાથે લગ્ન કરવા માટે 12 વર્ષ સુધી રાહ જોઈ.

રાજુ અને શિખાના લગ્ન વર્ષ 1993માં થયા હતા. બંનેને બે બાળકો પણ છે.