વર્ષ 2022ની ટોપ 10 ફિલ્મો

રજુ કરીએ છીએ બોલીવુડની 2022માં બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ટોપ 10 ફિલ્મો. જેમા ડબ ફિલ્મોની રહી બોલબાલા.

social media

નંબર 10- થોર: લવ એન્ડ થન્ડર (ડબ)

આ હોલીવુડ મૂવીના તમામ વર્ઝનનું કુલ કલેક્શન 101.45 કરોડ રૂપિયા હતું.

નંબર 9- ડોક્ટર સ્ટ્રેન્જ ઇન ધ મલ્ટિવર્સ ઓફ મેડનેસ (ડબ)

આ ફિલ્મ 126.94 કરોડના કલેક્શન સાથે 9મા નંબરે રહી હતી.

નંબર 8- ગંગુબાઈ કાઠિયાવાડી

આલિયા ભટ્ટની આ ફિલ્મે 128.89 કરોડનું કલેક્શન કર્યું હતું.

નંબર 7- ભૂલભુલૈયા 2

કાર્તિક આર્યનના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ. કુલ કલેક્શન રૂ. 185.57 કરોડ રહ્યું હતું.

નંબર 6- દૃશ્યમ 2

અજય દેવગન અભિનીત આ ફિલ્મનું કુલ કલેક્શન 226 કરોડ રૂપિયા હતું.

નંબર 5- બ્રહ્માસ્ત્ર

244 કરોડના કલેક્શન સાથે આ ફિલ્મ 5માં નંબરે રહી.

નંબર 4 - ધ કાશ્મીર ફાઇલ્સ

સ્ટાર વગરની આ ફિલ્મે 252.50 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

નંબર 3- આરઆરઆર(ડબ)

આ એસએસ રાજામૌલીની આ ફિલ્મના હિન્દી વર્ઝનનું કુલ કલેક્શન 277 કરોડ હતું.

- નંબર 2 - અવતાર ધ વે ઓફ વોટર (ડબ)

જો કે અવતારનું કલેક્શન અત્યારે 240 કરોડ રૂપિયા હોઈ શકે, તે ટૂંક સમયમાં 300 કરોડના ક્લબમાં સામેલ થઈ જશે.

નંબર 1 - કેજીએફ ચેપ્ટર 2 (ડબ)

434.62 કરોડ રૂપિયા સાથે કેજીએફ ચેપ્ટર 2 વર્ષ 2022ની નંબર વન ફિલ્મ રહી. ફરી એકવાર દક્ષિણ ભારતીય ફિલ્મોનો દબદબો રહ્યો છે.