Aishwarya Rai એ ડબિંગ આર્ટિસ્ટ માટે આપ્યું હતું ઓડિશન, થઈ હતી રિજેક્ટ

ઐશ્વર્યા રાયે વર્ષ 1991માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ઇન્ટરનેશનલ સુપર મોડલ સ્પર્ધા જીતી હતી.

social media

ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે.

- ઐશ્વર્યાએ વર્ષ 1991માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી.

- ઐશ્વર્યાએ ઈન્ટરનેશનલ સુપર મોડલ કોન્ટેસ્ટ જીતી હતી.

ઐશ્વર્યાએ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મોડેલિંગ ચેમ્પિયનશિપ જીતી છે.

સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી, ઐશ્વર્યા રાયે ફિલ્મો અને અભિનયમાં પોતાની કરિયર બનાવ્યું અને કોલેજના અધવચ્ચે જ ભણવાનું છોડી દીધું.

મિસ વર્લ્ડ બનતા પહેલા ઐશ્વર્યાએ ટીવી સિરિયલમાં વોઈસ ડબિંગ માટે ઓડિશન પણ આપ્યું હતું. પરંતુ તેને રિજેક્ટ કરવામાં આવી હતી.

- આ રિજેક્શન બાદ તેણે 1994માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો

- ઐશ્વર્યાએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત 1997માં તમિલ ફિલ્મ ઈરુવરથી કરી હતી.

- ઐશ્વર્યાએ 1997માં ફિલ્મ ઔર પ્યાર હો ગયાથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું.