રાજુ શ્રીવાસ્તવને કેમ સંભળાવવામાં આવી રહ્યો છે અમિતાભ બચ્ચનનો અવાજ ?

રાજૂ શ્રીવાસ્તવની સારવાર નવી દિલ્હી સ્થિત એમ્સમાં ચાલી રહી છે અને તેમના પર્સનલ સેક્રેટરી ગર્વિત નારંગના મુજબ રાજૂની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.

જાણવા મળ્યુ છે કે રાજૂને અમિતાભ બચ્ચનનો એક ઓડિયો મેસેજ સંભળાવાય રહ્યો છે.

તેમા અમિતાભ બચ્ચન કહી રહ્યા છે - બહુ થઈ ગહુ રાજુ ! ઉઠો રાજુ અને અમને સૌને હસતા શીખવાડો.

ડોક્ટર્સનુ માનવુ છે કે પોતાના પ્રિય અભિનેતાનો સંદેશ સાંભળીને રાજુના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 58 વર્ષીય રાજૂ શ્રીવાસ્તવ હોસ્પિટલમાં 10 ઓગસ્ટથી દાખલ છે.

રાજૂ વેંટિલેટર સપોર્ટ પર છે અને તેની હાલત નાજુક છે.

તેમના પ્રિયજનોના મેસેજ પણ રાજૂના કાનની પાસે તેમને સંભળાવવામાં આવી રહ્યાં છે. આ પ્રયાસોથી રાજૂ શ્રીવાસ્તવ થોડી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.