Rashifal 2023 - નવુ વર્ષ 2023માં કેવુ રહેશે તમારુ ભવિષ્ય ?

આવો શોર્ટમાં જાણીએ 12 રાશિઓ માટે કેવુ રહેશે નવુ વર્ષ 2023

webdunia

મેષ

2023માં સપના પૂરા જે પણ મળશે ભરપૂર મળશે. મંગળવારે ગોળ અને ચણાની દાળનુ દાન કરો.

વૃષભ

2023 માં ખુશીઓ દ્વાર પર દસ્તક દેશે. સફળતાનો રસ્તો ખુલશે. શુક્રવારે સફેદ કપાસ મંદિરમાં મુકીને આવો.

મિથુન

2023 મિશ્રિત છે પણ પ્રોગ્રેસ થશે. ઝગડો વધશે, તનાવ પણ રહેશે પણ નિયંત્રણ્ણ પણ રહેશે. બુધવારે પોપટને બાજરી ખવડાવો.

કર્ક

2023માં અવરોધ દૂર થશે. સફળતા, સમૃદ્ધિ અને સમ્માન સામેથી જાતે ચાલીને આવશે. સોમવારે ચાંદી ખરીદીને લાવો.

સિંહ

2023મા આરોગ્યનુ ધ્યાન રાખો. હાઈપરટેંશન થઈ શકે છે. લોકપ્રિયતા વધશે પણ લાલચ પર કંટ્રોલ કરો. દુર્ગા મંદિરમાં નારિયળ પર ચોખા મુકીને ચઢાવો.

કન્યા

2023માં વાહન ખરીદશો અને વ્યવસાય છે તો નવો ફેરફાર થશે. વાણી પર કાબુ રાખશો તો ખુશીઓ આવશે. કોઈ વડીલ મહિલાને ગ્રીન સાડી દાન કરો.

તુલા

2023માં ખરાબ આદતોથી દૂર રહેશો તો લખપતિ થવાની શક્યતા છે. રોમાંસના સિતારા ચમકદાર છે. પૂર્ણિમા પર ચંદ્રમાને દૂધ અને સાકર ચઢાવીને શિવા આરાધના કરો.

વૃશ્ચિક

2023માં નવુ ઘર મળશે. આગળ પણ વધશો, મહેનતનુ ફળ મળશે. આરોગ્ય પર ધ્યાન આપો. મંગળવારે હનુમાન મંદિરમાં લાલ કપડામાં 7 બદામ બાંધીને ચઢાવો.

ધનુ

2023માં ઘર બનશે. આરોગ્યમાં સુધારો થશે. સંકટોથી મુક્તિ મળશે. મા બગલામુખીને હળદરની ગાંઠ અર્પિત કરો. મનોકામનાઓ પૂરી થશે.

મકર

2023માં નવો વેપાર શરૂ કરી શકો છો. કાયદાકીય મામલા અને સંબંધો ગુંચવાશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. શનિવારે તેલ લગાવેલી રોટલી કૂતરાને ખવડાવો.

કુંભ

2023માં મનપસંદ સફળતા મળશે. આરોગ્ય પર ધ્યાન આપો. શનિવારથી શનિવાર સુધી કાળી કીડીઓને ખાંડ મિક્સ કોપરાનુ છીણ ખવડાવો

મીન

આરોગ્ય પર ધ્યાન આપો. આ વર્ષ મિશ્રિત રહેશે. સંબંધોને સુધારો. કોઈ પણ ગણેશ મંદિરમાં ગુરૂવારે કે ચોથના દિવસે લાડવા ચઢાવો.