Vastu Tips - ઘરની Name Plate ક્યાક નુકશાન તો નથી કરાવી રહી ?

વાસ્તુ મુજબ નેમ પ્લેટ નહી હોય તો થશે નુકશાન, જાણો નેમ પ્લેટનુ વાસ્તુ

webdunia

દિશા : નેમપ્લેટને મુખ્ય દરવાજાના ડાબી બાજુ લગાવવી જોઈએ

ઊંચાઈ : નેમપ્લેટ દરવાજાના અડધા ભાગની ઊંચાઈ પર લગાવવી જોઈએ.

મજબૂતી : નેમપ્લેટ લટકતી ન હોવી જોઈએ, મજબૂત અને યોગ્ય રીતે નિશ્ચિત હોવી જોઈએ.

સ્ટાઇલિશ: નેમપ્લેટ દાણાદાર ન હોવી જોઈએ કે તેમાં કોઈ કાણું ન હોવું જોઈએ.તે સ્ટાઇલિશ હોવી જોઈએ.

આકાર : દરવાજાની ડિઝાઈન અને સાઈઝ પ્રમાણે બનાવેલી નેમપ્લેટ મેળવો.

ધાતુ: નેમપ્લેટમાં લાકડા, પિત્તળ અથવા તાંબાની ધાતુનો ઉપયોગ કરો. પથ્થર અથવા નક્કર કાચનો પણ ઉપયોગ કરો.

અક્ષર : નેમપ્લેટ પર જે પણ નામ લખવામાં આવી રહ્યુ છે તે ખૂબ ભરેલા કે ખાલી ન લાગે. ફૉન્ટ સાઈઝ અને રંગનુ ધ્યાન રાખો.

ટ્રેડિશનલ : એવી નેમપ્લેટ પણ બનાવી શકો છો જેમા સંસ્કૃતિ, કલા અને પરંપરાનુ મિશ્રણ હોય.

દરવાજા કે દિવાલ પર : નેમપ્લેટ તમારા દરવાજાની વચ્ચે પણ લગાવી શકો છો. જો સ્થાન હોય તો દરવાજા સાથે જોડાયેલી દિવાલ પર લગાવો.

સાફ-સફાઈ અને પ્રકાશ - નેમપ્લેટની નિયમિત સાફ સફાઈ કરો અને તેને સારી રીતે પ્રકાશ યુક્ત રાખો.