ક્યા દિવસે કયા રંગના કપડા પહેરવા શુભ છે ?
વાર મુજબ ડ્રેસની પસંદગી થવા માંડી છે. જાણો કયા વારે કયા રંગના કપડા શુભ રહેશે.
સોમવાર - આ દિવસે સફેદ, ચમકદાર, સિલ્વર, પીચ, બેબી પિંક, ક્રીમ, સ્કાય અને આછા પીળા રંગના કપડાં પહેરી શકાય છે.
મંગળવાર - આ દિવસે કેસરી, નારંગી, ચેરી લાલ અથવા લાલ જેવા રંગના કપડાં પહેરી શકાય છે.
બુધવાર - તમે આ દિવસે લીલા અથવા તેના જેવા રંગના કપડાં પહેરી શકો છો. આ દિવસે સફેદ રંગના કપડાં પણ પહેરી શકાય છે.
ગુરૂવાર - તમે આ દિવસે પીળો ઉપરાંત ગોલ્ડ, પિંક, ઓરેન્જ અને પર્પલ કલર પહેરી શકો છો.
શુક્રવાર - આ દિવસે ગુલાબી અને રંગબેરંગી ફ્લોરલ પ્રિન્ટેડ કપડાંના તમામ શેડ્સ પહેરી શકાય છે.
શનિવાર - આ દિવસે વાદળી, નેવી બ્લુ, સ્કાય બ્લુ, પર્પલ, વાયોલેટ કલરના કપડાં પહેરી શકાય છે. કેટલાક લોકો કાળા કપડા પણ પહેરે છે.
રવિવાર - તમે આ દિવસે ગુલાબી, સોનેરી અને નારંગી રંગના કપડાં પહેરી શકો છો.