જો તમારા ઘરમાં ઉગી ગયુ છે પીપળાનુ વૃક્ષ તો તેને કેવી રીતે હટાવવુ જેથી વાસ્તુ દોષ ન લાગે

ઘરમાં પીપળાનુ ઝાડ હોવુ અશુભ માનવામાં આવે છે. એટલે જો ઘરમાં તે ઉગી ગયુ હોય તો તેને હટાવવુ જરૂરી છે

webdunia

હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે અને તેને અન્ય ઝાડ કરતા શ્રેષ્ઠ બતાવ્યુ છે

એવુ કહેવાય છે કે પીપળાના ઝાડ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે.

જ્યોતિષમાં પીપળાના ઝાડનુ ખૂબ મહત્વ બતાવ્યુ છે. તેથી જ પીપળાના ઝાડને કાપવામાં આવતુ નથી.

તો ચાલો આજે જાણીએ કે તમારા ઘરમાં પીપળાનુ ઝાડ ઉગી આવ્યુ છે તો શુ કરવુ

આમ તો પીપળાનુ ઝાડ ખૂબ શુભ માનવામાં આવે છે પરંતુ તેનુ ઘરમાં ઉગવુ અશુભ માનવામાં આવે છે.

જો તમારા ઘરમાં પીપળાનુ ઝાડ ઉગી જાય તો તેને થોડુ મોટુ થવા દો.

ત્યારબાદ તેને માટી સાથે ખોદીને કોઈ અન્ય સ્થળ પર લગાવી દો.

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં પીપળાનુ ઝાડ ન હોવુ જોઈએ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેનાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.

પીપળાનુ ઝાડ એ માટે ઘરમાં ન હોવુ જોઈએ કારણ કે તેની જડ અંદર સુધી અને દૂર સુધી ફેલાય છે. જેનાથી ઘરની નીવ ખરાબ થાય છે.

જો તમારા ઘરમાં પણ પીપળાનુ ઝાડ ઉગી આવ્યુ છે તો રવિવારે તેની પૂજા કરીને તેને કપાવી દો.