આ 5 દિવસ ભૂલથી પણ ન ખરીદશો નવી સાવરણી નહી તો થશે નુકશાન
જ્યોતિષ મુજબ નવી સાવરણી ખરીદવા માટે તમારે કેટલાક વિશેષ નિયમોનુ પાલન કરવુ જોઈએ. જેનાથી ઘરમાં ખુશહાલી કાયમ રહે.
social media
સાવરણીને ખરીદવાના પણ કેટલાક વિશેષ દિવસ બતાવ્યા છે. જ્યોતિષનુ માનીએ તો જો સાવરણી યોગ્ય દિવસ અને મુહુર્તના મુજબ ન ખરીદવામાં આવે તો તમારા ઘરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે. જાણો ઝાડૂ ક્યારે ખરીદવી જોઈએ
શાસ્ત્રોમાં ઝાડૂ ખરીદવાના નિયમોનુ માનીએ તો તમને શનિવારના દિવસે ભૂલથી પણ નવુ ઝાડુ ન ખરીદવુ જોઈએ. શનિવારના દિવસે ઝાડૂ ખરીદવાથી શનિ દોષ દૂર થાય છે.
જ્યોતિષનુ માનીએ તો સાવરણી તમારે ક્યારેય પણ શુક્લ પક્ષમાં ન ખરીદવી જોઈએ. આ અવધિમાં ખરીદવામાં આવેલ સાવરણી ઘરમાં દરિદ્રતા લાવે છે.
રવિવારે સૂર્યનો દિવસ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે રવિવારના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાં પરેશાનીઓ થવા માંડે છે.
સોમવારના દિવસે તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ. આ દિવસે નવી ઝાડૂનો ઉપયોગ કરવાની પણ મનાઈ છે.
ગુરૂવારના દિવસે તમારે સફાઈ સાથે જોડાયેલ કોઈ સામાન ન ખરીદવો જોઈએ. સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારાથી નારાજ થઈ શકે છે.
તમારે કેટલાક વિશેષ દિવસોમાં સાવરણી ખરીદવાની સલાહ છે. હંમેશા શુક્રવાર, અમાસ અને મંગળવારના દિવસે જ સાવરણી ખરીદવી જોઈએ. આ ઉપરાંત ધનતેરસ અને દિવાળીના દિવસે સાવરણી ખરીદવાથી સમૃદ્ધિ કાયમ રહે છે.