Vastu Tips : મંદિરોમાં ઘંટી કેમ લગાડવામાં આવે છે ?
હિન્દુ મંદિરોમાં મોટી કે નાની ઘંટડીઓ લગાડવામાં આવે છે. છેવટે શુ છે આનુ રહસ્ય આવો જાણીએ
webdunia
ધ્વનિ: ઘંટને ઓમના ધ્વનિ અથવા સૃષ્ટિના ધ્વનિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ઘંટી લગાડવામાં આવે છે
વાસ્તુ દોષઃ ઘંટડીના અવાજથી તમામ પ્રકારના વાસ્તુ દોષ પણ દૂર થાય છે.
વાતાવરણ શુદ્ધિ : જ્યાં ઘંટડીનો અવાજ નિયમિત આવે છે ત્યાં પર્યાવરણ હંમેશા શુદ્ધ અને પવિત્ર રહે છે.
પાપોનો નાશઃ સ્કંદ પુરાણ અનુસાર મંદિરમાં ઘંટ વગાડવાથી મનુષ્યના સો જન્મોના પાપોનો નાશ થાય છે.
હાજરી: એવું કહેવાય છે કે ઘંટી વગાડવાથી દેવતાઓની સામે તમારી હાજરી નોંધાય જાય છે
બેક્ટેરિયા વાયરસનો નાશઃ ઘંટડીના અવાજના વાઇબ્રેશનથી વાતાવરણમાં ફેલાયેલા બેક્ટેરિયા, વાયરસ વગેરેનો નાશ થાય છે.
મળે છે શાંતિ : ઘંટડીનો લયબદ્ધ અવાજ મનમાંથી તણાવ દૂર કરે છે અને શાંતિ આપે છે.
નકારાત્મક શક્તિઓ: ઘંટડીને સતત વગાડવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે.
કાલચક્રનું પ્રતીક ઘંટી : એવું માનવામાં આવે છે કે આપત્તિના સમયે ચારે બાજુ આવો જ અવાજ સંભળાશે.
આરતી: મંદિરમાં દેવી-દેવતાઓની આરતી વખતે ઘંટ વગાડવામાં આવે છે.