વિશ્વના 10 ખતરનાક ટાપૂ
દુનિયામાં આમ તો ઘણા આઈલેંડ છે પણ 10 એવા ટાપૂ છે જ્યાં જવુ એટલેકે મોતને આમંત્રણ આપવા જેવુ છે.
webdunia
સબા દ્વીપ, નેધરલેન્ડ: વિશ્વના સૌથી મોટા અને સૌથી ખતરનાક દરિયાઈ તોફાનો અહીં આવે છે.
લુઝોન આઇલેન્ડ, ફિલિપાઇન્સઃ આ આઇલેન્ડ ખતરનાક અને સક્રિય જ્વાળામુખી 'તાલ વોલ્કેનો' માટે જાણીતું છે.
રામરી દ્વીપ, મ્યાનમારઃ જો તમારે અસંખ્ય મગર જોવા હોય તો બર્મા ના રામરી દ્વીપ પર પહોંચી જાઓ.
નોર્થ સેન્ટિનલ દ્વીપ, ભારતઃ અંડમાન નો આ ટાપુ જંગલી પ્રાણીઓ કરતાં પણ વધુ ખતરનાક છે, અહીંના આદિવાસી જનજાતિ, જેઓ બહારના લોકોને જોતા જ મારી નાખે છે.
ઇલ્હા દા ક્વિમાડા આઇલેન્ડ, બ્રાઝિલઃ સ્નેક આઇલેન્ડ એટલે સાપનો ટાપુ. જેણે પણ અહીં જવાનો પ્રયાસ કર્યો તે જીવતો પાછો આવ્યો નહીં.
ડેન્જર આઇલેન્ડ, માલદીવઃ આ આઇલેન્ડની વચ્ચે સુરક્ષિત એન્કરેજના અભાવને કારણે આ આઇલેન્ડ ખતરનાક માનવામાં આવતું હતું.
આઈસોલ લા ગાઓલા આઈલેન્ડ, ઈટાલીઃ ઘણા વર્ષોથી ઉજ્જડ પડેલા આ આઈલેન્ડને જેણે પણ ખરીદ્યો તેનું મૃત્યુ થઈ ગયું. લોકો અહીં પોતાના જોખમે જાય છે.
સેબલ આઇલેન્ડ, એટલાન્ટિક મહાસાગર: અહીં 300 થી વધુ જહાજો ક્રેશ થયા અને ડૂબી ગયા.
મિયાકેજીમા આઇલેન્ડ, જાપાન: મિયાકેજીમા સક્રિય જ્વાળામુખી માઉન્ટ ઓયામા માટે પ્રખ્યાત છે, જે ઘણી વખત ફાટી નીકળ્યો છે.
રિયુનિયન આઇલેન્ડ, હિંદ મહાસાગર: તે એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, પરંતુ મોટી સંખ્યામાં શાર્કની હાજરીને કારણે તે ખૂબ જ જોખમી છે.