આરોગ્યની દરેક સમસ્યામાં ફાયદાકારી છે અંજીર - જાણો અંજીર ખાવાના 12 આશ્ચર્યજનક ફાયદા

અંજીરમાં વિટામીન એ, બી, સી ની સાથે જ કાર્બોહાઈડ્રેટ, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, જિંક, તાંબા વગેરે તત્વો હોય છે.

webdunia

અંજીરમાં ભરપૂર કેલ્શિયમ હોય છે. તેનાથી હાડકા મજબૂત થય છે. જેનાથી હાડકામાં દુખાવો અન એ તૂટવાનો ભય રહેતો નથી.

અંજીરમાં આયરન ખૂબ હોય છે જે એનિમિયાની કમીને દૂર કરે છે. તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનુ સ્તર પણ વધે છે.

અંજીરમાં ડાયેટરી ફાઈબર હોય છે. જે પાચન તંત્રને ઠીક કરે છે. તેનાથી કબજિયાત અને એસિડિટીના રોગમાં લાભ મળે છે.

તેમા રહેલા ફેટી એસિડ અને વિટામિનને કારણે ડાયાબિટીજ રોગમાં લાભ થાય છે.

અંજીરના ફળની સાથે સાથે પાનમાં રહેલ તત્વ ઈંસુલિનની સેંસિટિવિટીને સંતુલિત રાખે છે.

તેમા એંટીઓક્સીડેંટ, ફાઈબર અને પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. જેનાથી હાર્ટ અટેકની શકયતા ઓછી રહે છે.

ભોજન પહેલા અને પછી અંજીરનુ સેવન યોગ્ય પ્રમાણમાં કરવાથી બબાસીર જેવા રોગ દૂર થાય છે.

યૌન સમસ્યાઓ સામે લડી રહેલ પુરૂષ અંજીરનુ સેવન કરીને લાભ પ્રાપ્ત કરી શકે છે.

અંજીરમાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરને હંમેશા ઉર્જાવાન રાખે છે. જેનાથી થાક અને કમજોરી દૂર થાય છે.

તેમા જીંક, મૈગનીઝ, મેગ્નેશિયમ અને આયરન જેવા ખનીજોનો ભંડાર છે. આ તત્વ પ્રજનન સ્વાસ્થ્યએન પ્રોત્સાહન આપે છે.

તેમા રહેલ એંટીઓક્સીડેંટ અને ફાઈબર હાર્મોન અસંતુલન અને પીરિયડ્સ દરમિયાન થનારી સમસ્યાઓમાં કારગર છે.

મહિલાઓને કમજોરીમાં પણ અંજીર ખાવાની સલાહ આપવામાં આવે છે.