ઉઘાડા પગે ઘાસ પર ચાલવાથી આરોગ્યને મળે છે આ 8 ફાયદા
લીલા ઘાસ પર ઉઘાડા પગે ચાલવાથી અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે, તો ચાલો જાણીએ આ ફાયદાઓ વિશે
social media
કહેવાય છે કે સવારે વહેલા ઉઠીને લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આપણી આંખોની રોશની સુધરે છે.
ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી મન શાંત રહે છે, જે તમને ડિપ્રેશનથી દૂર રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.
વહેલી સવારે ઝાકળમાં પલાળેલા લીલા ઘાસ પર ચાલવું વધુ સારું માનવામાં આવે છે.
આવું કરવાથી પગની નીચેની કોમળ કોશિકાઓ સાથે જોડાયેલી તંત્રીકાઓ થી મસ્તિષ્ક સુધી રાહત પહોચાડે છે.
જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માંગો છો, તો તમે ઘાસ પર ખુલ્લા પગે ચાલી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓ માટે સવારે ઉઠીને ખુલ્લા પગે ચાલવું એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર સંતુલિત રહે છે.
દરરોજ સવારે તમારે ઓછામાં ઓછા 15 અને વધુમાં વધુ 30 મિનિટ સુધી ઘાસ પર ચાલવું જોઈએ.