શક્કરટેટીના બીજ ખાવાથી શુ ફાયદો થશે

શક્કરટેટી અને તેના બીજ ખાવાના અનેક ફાયદા છે આવો જાણીએ

webdunia

શક્કરટેટીના બીજમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

તેમા વિટામીન એ, વિટામીન ઈ અને વિટામીન સી સંપૂર્ણ માત્રામાં જોવા મળે છે, જે આંખોને સ્વસ્થ રાખે છે.

તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, કોપર, મેંગેનીઝ, ઝિંક અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકા અને નખને મજબૂત બનાવે છે.

બીજમાં રહેલા હેક્સેન અર્ક ટાઇપ 2 ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે.

શક્કરટેટીના બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે.

તેમાં રહેલા સોડિયમ અને પોટેશિયમ બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદરૂપ છે.

ટેટીના બીજ ખાવાથી અલ્સરની સમસ્યામાં રાહત મળે છે કારણ કે આ બીજના અર્કમાં અલ્સર વિરોધી અસર હોય છે.

તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે કારણ કે તેમાં હાજર મેગ્નેશિયમ અને મેંગેનીઝ ઇમ્યુનોમોડ્યુલેટર તરીકે કામ કરે છે.