જલજીરા કેવી રીતે બને છે, જાણો તેને પીવાના 5 ફાયદા

ગરમીમાં જલજીરા પીવાના છે અનેક ફાયદા, જાણો તેને બનાવવાની રીત અને 5 ફાયદા

webdunia

જીરું, સૂકી કેરીનો પાઉડર, વરિયાળી, ફુદીનો, ધાણા, કાળા મરી, સંચળ, આદુ, સાકર અને આમલીને યોગ્ય માત્રામાં પાણીમાં પલાળી દો.

20 મિનિટ પલાળ્યા પછી, ગ્રાઇન્ડરનાં જારમાં પાણી અને લીંબુનો રસ ઉમેરીને ફેરવી લો.

હવે આ મિશ્રણ અથવા ચટણીને પાણીમાં નાખો અને તેનો ઉપયોગ જલજીરા માટે કરો.

તેને સૂકવીને પાવડર બનાવીને તેના પાવડરનો પણ જલજીરા તરીકે ઉપયોગ કરી શકાય છે.

જલજીરા પીવાના 5 ફાયદા

ઉનાળામાં જલજીરા પીવાથી ડીહાઈડ્રેશન થતું નથી.

webdunia

જલજીરા પીવાથી ક્યારેય હીટ સ્ટ્રોક થતો નથી અને ન તો હીટ સ્ટ્રોકની અસર થાય છે.

તે પાચન એંજાઈમાને મુક્ત કરવામાં મદદરૂપ છે. જેના કારણે એસિડિટી, ઉબકા અને કબજિયાતમાં રાહત મળે છે.

આ શરીરમાં આર્યનનુ સ્તર વધારે છે, જેનાથી એનીમિયા થતો નથી.

આ ઉર્જા આપે છે અને આપણી કોશિકાઓમાં ઓક્સીજનનુ સ્તર પણ વધારે છે.