Health Care - કીવી ખાવાના 10 ફાયદા જાણો છો ?

કીવી ફળમાં મિનરલ્સ સાથે ફાઈબર, વિટામિન C, E અને K, ફોલેટ કૉપર, પોટેશિયમ, એંટીઓક્સીડેંટ જોવા મળે છે. જાણો ફાયદા

webdunia

કીવીમાં વિટામિન K જોવા મળે છે જે શરીરમાંથી બ્લડ ક્લૉટિંગનો ખતરો ઓછો કરે છે.

કીવીમાં વિટામિન C અને એંટીઑક્સીડેંટ જોવા મળે છે જેમા અસ્થમાના લક્ષણ ઓછા હોય છે.

કીવી હાઈ બ્લડ પ્રેશરને ઓછી કરવામાં મદદરૂપ છે. બ્રેન સ્ટોક અને હાર્ટ અટેક થી પણ રાહત આપે છે.

કીવીમાં ફાઈબર અને વિટામિન C જોવા મળે છે. જેનાથી તમારી ઈમ્યુનિટી વધે છે.

કીવીમાં કૉપર અને આઈ વિટામિન હોવાને કારણે આ આંખોને ડેમેજ થતા રોકે છે અને સાથે જ ડેમેજ સેલને પણ સુધારે છે.

કીવીમાં વિટામિન સી અને જિંક હોય છે જે તમારા શરીરમાં કોલેજનને વધારે છે જેનાથી તમારી ત્વચા યંગ લાગે છે.

કીવીમાં ફાઈબર હોવાને કારણે તમારી પાચન ક્રિયામાં સુધાર થાય છે.

કીવીનુ સેવન કરવાથી લોહીનુ પરિભ્રમણ સારુ થાય છે. જેનાથી હાર્ટ અટેક, છાતીમાં દુખાવો, શ્વાસ ફુલવા જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

એક અભ્યાસ મુજબ કીવી ઉંઘ માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે. જે તમારી ઉંઘની ગુણવત્તા વધારે છે.

કીવીમાં એંટીઓક્સીડેંટ, કૉપર ફાઈબર, જિંક અને પોટેશિયમ હોવાને કારણે કિડની હેલ્ધી બની રહે છે.