Travelling કરવાથી આ હોર્મોન મુક્ત થાય છે,

જાણો મુસાફરી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે

ફરવાથી એ શારીરિક સ્વાસ્થ્યની સાથે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

મુસાફરી કરવાથી આપણા શરીરમાં એન્ડોર્ફિન નામનો હોર્મોન મુક્ત થાય છે, જેને 'ખુશીનો હોર્મોન' પણ કહેવામાં આવે છે.

આ હોર્મોન તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

નવી જગ્યાઓની મુલાકાત લેવાથી આપણો મૂડ આપમેળે સારો થઈ જાય છે અને આપણે ખુશ થઈ જઈએ છીએ.

મુસાફરી એ એક સારી કસરત છે. આમાં ઘણું ચાલવું અને ફરવું પડે છે.

તે આપણા હૃદયને સ્વસ્થ રાખે છે અને શરીરને મજબૂત બનાવે છે.

મુસાફરી કરવાથી આપણી ઊંઘની ગુણવત્તા પણ સુધરે છે.

મુસાફરી આપણને નવી ઉર્જા આપે છે અને આપણે આપણું કામ વધુ સારી રીતે કરી શકીએ છીએ.