Cooking Tips For Sabudana Khichdi - બજાર જેવી સાબુદાણા ખીચડી બનાવવાની ટિપ્સ
વ્રત દરમિયાન ઘરે અલગ-અલગ ફરાળી વસ્તુઓ બનાવવામાં આવે છે. પરંતુ ફરાળી વસ્તુઓમાં એક એવી વસ્તુ છે જે આબાલવૃદ્ધ સૌને ભાવે છે એ છે સાબુદાણાની ખીચડી. આવો જાણીએ કે સાબુદાણાની ખીચડી એકદમ બજાર જેવી કેવી રીતે બનાવવી.
webdunia
સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે સાબુદાણાને યોગ્ય સમયે પલાળી દો.
webdunia
સાબુદાણાને પલાળતી વખતે તેમાં રહેલા સ્ટાર્ચને દૂર કરવા માટે તેને પાણીથી સારી રીતે ધોઈ લો.
webdunia
ઘણા લોકો સાબુદાણાને એ જ પાણીમાં પલાળી રાખે છે જેના કારણે સ્ટાર્ચ સાબુદાણાની ખીચડીને ચીકણી બનાવે છે.
webdunia
એક કપ સાબુને ત્રણ ચતુર્થાંશ પાણીમાં પલાળવો જોઈએ.
webdunia
સાબુદાણાને ઓછામાં ઓછા પાંચ કલાક પલાળી રાખવા જોઈએ. તેનાથી ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મગફળીને સેકીને તેના છોલટા કાઢી મિક્સરમાં વાટી લો.
webdunia
પલાળેલા સાબુદાણાનું પાણી નીતારીને તેમાં સીંગદાણાનો ભુકો, સિંધવ મીઠું અને ખાંડ મિક્સ કરો.
webdunia
એક કઢાઈમાં ઘી કે તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં અને મીઠો લીમડો અને બાફેલા બટેટા સાંતળો પછી સાબુદાણાનુ મિશ્રણ નાખો.
webdunia
તપેલીને ઢાંકી દો. સાબુદાણાને પાંચ મિનિટ થવા દો અને પછી ગેસ બંધ કરો, સમારેલી કોથમીર અને લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો.
webdunia
તમે ચાહો તો સાબુદાણાને ચિપ્સ કે બટાકાની તળેલી કાતરીથી પણ સજાવી શકો છો