Dal Fry Recipe - ઢાબા જેવી સ્વાદિષ્ટ દાળ ફ્રાય રેસીપી

ઢાબાની દાળ ફ્રાય દરેકને ભાવતી હોય છે પરંતુ તમે ઘરે પણ ઢાબા સ્ટાઈલ દાળ ફ્રાય બનાવી શકો છો.

social media

દાળ બનાવવા માટે તમારે 150 ગ્રામ ચણા અથવા તુવેરની દાળ, 2 ટામેટાં, 3-4 લસણની કળી અને આદુની જરૂર પડશે.

તેમજ 2 લીલા મરચાં, 1 ડુંગળી, 1 લાલ મરચું, 2 ચમચી ઘી, 1 ચમચી ધાણા પાવડર, સ્વાદ મુજબ મી

અડધી ચમચી ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હિંગ, જીરું, હળદર, તમાલપત્ર, તજ અને અડધો કપ પાણી

દાળને ધોઈને 4-5 કલાક પલાળીને મુકી દો. ત્યારબાદ કુકરમાં દાળ નાખીને 2 કપ પાણી અને એક નાની ચમચી હળદર નાખો.

મીઠુ સ્વાદ મુજબ નાખીને કુકરનુ ઢાંકણ બંધ કરીને ગેસ પર ચઢાવી દો. હવે દાળને 5 સીટી વાગે ત્યા સુધી પકાવી લો.

ત્યારબાદ કઢાઈમાં 2 ચમચી ઘી નાખીને તમાલપત્ર નાખીને સેકો અને પછી સમારેલી ડુંગળી, લીલા મરચા, છીણેલુ આદુ નાખીને સાધારણ ગોલ્ડન થતા સુધી સેકો

ત્યારબાદ ગરમ મસાલો, ધાણા પાવડર અને હળદર પાવડર નાખીને મિક્સ કરો. ત્યારબાદ સમારેલા ટામેટા, મીઠુ નાખીને મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહો.

મસાલાને સારી રીતે પકાવ્યા બાદ ગેસ બંધ કરી દો અને પછી સેકેલા મસાલાને ચણાની દાળમાં નાખીને મિક્સ કરો.

તડકો લગાવવા માટે ઘી માં તજ હીંગ જીરા પાવડર નાખીને ફ્રાય કરો અને પછી સુકા લાલ મરચા નાખીને ગેસ બંધ કરી દો.

આ તડકાને તરત દાળમાં નાખો.. લો તૈયાર છે તમારી દાળ ફ્રાય હવે તેને ગરમા ગરમ ભાત સાથે સર્વ કરી શકો છો.