Dates Benefits - શુ તમે ખારેક ખાવાના ફાયદા જાણો છો

આવો જાણીએ ખારેક ખાવાના અનોખા ફાયદા

webdunia

માસિક ધર્મ

ખારેક ખાવાથી માસિક ધર્મમાં થનારા કમરના દુખાવામાં લાભ થાય છે.

પથારી પર પેશાબ

જો બાળક પથારીમાં પેશાબ કરે છે તો તેને પણ રાત્રે ખારેકવાળુ દૂધ પીવડાવો

બ્લડપ્રેશર

ખારેક સાથે ઉકાળેલુ દૂધ સવાર સાંજ પીવો. થોડાક જ દિવસમાં બ્લડ પ્રેશરથી છુટકારો મળી જશે.

દાંત

ખારેક ખાઈને ગરમ દૂધ પીવાથી કેલ્શિયમની કમી દૂર થાય છે. દાંત મજબૂત થાય છે.

કબજિયાત

સવાર-સાંજ ત્રણ ખારેક ખાઈને પછી ગરમ પાણી પીવાથી કબજિયાત દૂર થાય છે.

ડાયાબિટીસ

ડાયાબિટિસના રોગી જેમને માટે મીઠાઈ, ખાંડ વગેરે વર્જિત છે, સીમિત માત્રામાં ખજૂરના શીરાનો ઉપયોગ કરી શકે છે.

જૂના ઘા

ખજૂરની ગોટલીને બાળીને ભસ્મ બનાવી લો. ઘા પર આ ભસ્મ લગાવવાથી ઘા જલ્દી ભરાય જાય છે.

આંખોનો રોગ

ખજૂરની ગોટલીનો સુરમા આંખોમાં નાખવાથી આંખોનો રોગ દૂર થાય છે

ખાંસી -

ખારેકને ઘીમાં સેકીને દિવસમાં 2-3 વાર સેવન કરવાથી ખાંસીમાં રાહત મળે છે.

જૂ

ખજૂરની ગોટલીને પાણીમાં વાટીને માથા પર લગાવવાથી માથાની જૂ મરી જાય છે.