Bottle Gourd Juice - દૂધીનુ જ્યુસ પીવાના 7 નુકશાન

દૂધીનો રસ પીવાના અનેક ફાયદા છે પણ તેના કેટલાક નુકશાન પણ છે આવો જાણી લો દૂધી પીવાના 7 નુકશાન

webdunia

અનેકવાર દૂધીને જલ્દી ઉગાવવા માટે તેમા ઈંજ્કેશન લગાવવામાં આવે છે. તેથી તેનુ જ્યુસ પીવુ હાનિકારક સાબિત થઈ શકે છે.

કાચી દૂધીનુ જ્યુસ કે રસ પીવાથી પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

કાચી દૂધીના રસનું વધુ પડતું સેવન કરવાથી લૂઝ મોશન અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.

જો જ્યુસ બનાવતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો બેક્ટેરિયલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે.

તેનો રસ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

દૂધીનુ જ્યુસ કડવુ હોય છે, તેને પીવાથી કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયા, ખંજવાળ, ચહેરા અથવા હાથ-પગ પર સોજો આવી શકે છે.

દૂધીની તાસીર ઠંડી હોય છે, તેથી તે કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે.