પાણી પુરી ખાવાના 8 નુકશાન

પાણી પુરીને ગોલગપ્પે પણ કહેવાય છે. શુ આપ પણ શોખથી પાણી પુરી ખાવ છો ? તો જાણી લો તેને ખાવાથી થતા આ 8 નુકશાન.

webdunia

જો પાણીપુરીનું પાણી ખરાબ હોય તો બાળકોને ટાઈફોઈડ થઈ શકે છે અને તમને પેટ ખરાબ થવાની શક્યતા રહે છે.

વધુ માત્રામાં પાણી પુરી ખાવાથી ઝાડા થવાનું જોખમ વધી જાય છે.

આ બાળકો માટે સારા નથી. ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

જો પાણીપુરીમાં મીઠાની માત્રા વધુ હોય અને તમે તેને વારંવાર ખાતા રહેશો તો બ્લડપ્રેશરની સમસ્યા થશે.

વધુ પડતી પાણીપુરી ખાવાથી પાચનતંત્રમાં ખલેલ પડે છે, જેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.

વધુ પાણીપુરી ખાવાથી આંતરડામાં સોજો અને સડો થઈ શકે છે. તેનાથી અલ્સર પણ થઈ શકે છે

પાણીપુરીનુ વધુ સેવન ઉલ્ટી, ઝાડા અને કમળો થવાની શક્યતા પણ વધે છે.

પાણી પુરીનુ વધુ સેવન કરવાથી કે વરસાદની સીઝનમાં સેવન કરવાથી ફુડ પોઈઝનિંગ થઈ શકે છે.