વાસણ ધોવાનો સાબુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જાણો નુકશાન

મોટેભાગે આપણે વાસણો ધોવા માટે ડીશ વોશનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે...

social media

વાસણ ધોવાના સાબુ માં જોવા મળતા ઘણા રસાયણો અને તત્વો સ્વાસ્થ્ય માટે હાનીકારક હોઈ શકે છે.

વાસણ ધોવાના સાબુમાં ફોર્માલ્ડીહાઈડ, પેટ્રોલિયમ જેવા ખતરનાક રસાયણોનો ઉપયોગ થાય છે.

આ રસાયણોના કારણે ભવિષ્યમાં કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓનું જોખમ પણ વધી શકે છે.

તેમાં ટ્રાઇક્લોસન, ટ્રાઇક્લોકાર્બન, સોડિયમ લોરેલ સલ્ફેટ અને પેરાબેન્સ જેવા ઘટકો હોઈ શકે છે.

આ રસાયણો આપણા હોર્મોનલ સંતુલનને અસર કરી શકે છે અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

આ સાબુનો ઉપયોગ કરવાથી હાથ સૂકા અને સખત બને છે અને બળતરા પણ થાય છે

વાસણ ધોવાનો સાબુ લેતી વખતે પેકેટની પાછળ આપેલી બધી સામગ્રી વાંચો.

જો શક્ય હોય તો, નેચરલ વસ્તુઓથી વાસણો સાફ કરો અને વાસણોમાં સાબુ ન છોડો.