Green Tomatoes - પોષક તત્વોથી ભરપૂર છે લીલા ટામેટા
સામાન્ય રીતે લાલ ટામેટા ખાવામાં આવે છે. પણ વર્તમાન સમયમાં લીલા ટામેટા(Green Tomato)ખાવાનુ ટ્રેંડ વધી રહ્યુ છે. ટામેટા જ્યારે કાચા હોય છે ત્યારે તેનો રંગ લીલો હોય છે. આવો જાણી તેને ખાવાના ફાયદા.
webdunia
લીલા ટામેટાંમાં વિટામિન C અને એન્ટી-ઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આ બંને પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
લીલા ટામેટાંમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમની ઘનતા વધારવામાં મદદ કરે છે.
બીટા કેરોટીનથી ભરપૂર લીલા ટામેટાં આંખો માટે ફાયદાકારક છે. તે સ્વસ્થ શ્વેત રક્તકણો બનાવીને આંખોને સ્વસ્થ રાખે છે.
લીલા ટામેટાંમાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે. આ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
લીલા ટામેટા ત્વચા માટે વરદાન સાબિત થઈ શકે છે. તેમાં રહેલા વિટામિન C ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.
ટામેટાંના સેવનથી લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે. કાચા ટામેટાં અને ટામેટાંનો રસ યકૃતના સ્વાસ્થ્ય માટે સારા સાબિત થઈ શકે છે.
ટામેટાંને ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. કાચા ટામેટાંના સેવનથી શરીરનું વજન અને ચરબી ઘટાડી શકાય છે