આપ જાણો છો ફણસ/જેકફ્રૂટ ખાવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા વધે છે ?

ઉનાળાની ઋતુમાં કેરી, તરબૂચ અને ફણસ દેખાય છે. ફણસના સ્વાસ્થ્ય લાભો વિશે બધા જાણતા નથી. આવો જાણીએ ફણસના શું ફાયદા છે.

ફણસ ખાવાથી શરીરને ઇન્સ્યુલિન મળે છે. તે શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધારે છે.

જેકફ્રૂટના ફળમાં રહેલ વિટામિન A આંખોની રોશની સુધારે છે. સંધિવાની સમસ્યા ઓછી કરે છે.

જેકફ્રૂટ ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

જે લોકો એનિમિયાથી પીડિત છે તેમને ફણસ ખાવાથી સારું પરિણામ મળશે.

ફણસમાં રહેલુ કેલ્શિયમ શરીરના હાડકાંને મજબૂત બનાવે છે.

ફણસમાં રહેલ ફાઈબર પાચનક્રિયાને સરળ બનાવે છે અને પેટમાં ગેસ અને અલ્સર જેવા પાચન સંબંધી રોગોથી બચાવે છે.

ફણસમાં રહેલા ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ, આઈસોફ્લેવિન્સ, કેન્સર પેદા કરતા કોષો સામે લડે છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે ફણસ ખાવાથી પુરુષની પ્રજનન ક્ષમતા વધે છે.

નોંધ: ટીપ્સને અનુસરતા પહેલા તબીબી નિષ્ણાતની સલાહ લો.