આ છે 7 હેલ્ધી ડ્રિંક્સ જે શરીરમાં આયરન વધારે છે

ફળોમાં વિટામિન અને વિવિધ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આયર્ન શરીરમાં રક્ત પરિભ્રમણ વધારે છે અને આપણને સક્રિય રાખે છે. કેટલાક પીણાંમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. ચાલો જાણીએ કે તેઓ શું છે.

social media

સૂકા આલુમાંથી બનાવેલા પ્રૂન જ્યુસમાં દરરોજની જરૂરિયાતના 17 ટકા આયર્ન હોય છે. તે શરીરને સક્રિય બનાવે છે.

બીટરૂટના રસમાં મેંગેનીઝ, આયર્ન અને વિટામિન સી લાલ રક્ત કોશિકાઓ માટે જરૂરી ઓક્સિજનના વપરાશમાં વધારો કરે છે.

કોળાના રસમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અને મિનરલ્સ શરીરને દિવસ માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે.

લીંબુ, કોથમીર, પાલક અને કાકડીનો લીલો રસ શરીરને આયર્ન પ્રદાન કરે છે.

અનાનસ સાથે પાલકને વાટીને જે રસ તૈયાર કરવામાં આવે છે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.

ખજૂર અને દાડમથી બનેલું પીણું શરીરને આયર્ન પૂરું પાડે છે.

દૂધ, મધ અને તલ એકસાથે પીવાથી લોહીમાં હિમોગ્લોબીન વધે છે. હાડકાં મજબૂત બને છે.

નોંધ: ટીપ્સને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો