Periods ટાળવા માટે અપનાવો 7 ઘરેલુ ઉપાય

પીરિયડસ એટલે કે માસિક ધર્મ દરેક મહિલાને થનારી નેચરલ પ્રક્રિયા છે. પણ અનેકવાર પૂજાપાઠ, લગ્ન કે પછી ઓફિસમા થનારી આઉટડોર મીટિંગ આવતા મહિલાઓ પીરિયડ્સને ટાળવા માંગે છે. પીરિયડ્સ ટાળવા માટે અપનાવો આ નેચરલ ઉપાય

webdunia

મસાલેદાર ખોરાક

જો તમે ઈચ્છો છો કે તમારા પીરિયડ્સ થોડા લેટ થઈ જાય તો મરચુ, કાળા મરી અને લસણ જેવી વસ્તુઓ ખાવાથી બચો. તમે જાણતા હશો કે મસાલેદાર ખોરાક ખાવાથી લોહીનો ફ્લો વધે છે. જેનાથી પીરિયડ્સ શરૂ થવાની શક્યતા વધી જાય છે.

webdunia

સરસવના બીજ

આ બીજમાં તાંબા લોહ, મેગ્નેશિયમ અને સેલેન્યમ જેવા અનેક પોષક તત્વો જોવા મળે છે. બે ચમચી સરસવના પાવડરને એક કપ ગરમ દૂધ સાથે મિક્સ કરીને અઠવાડિયામાં એકવાર પીવો તેનાથી થોડા સમય માટે પીરિયડ્સને ડિલે કરી શકાય છે.

webdunia

વિનેગર

માસિક ધર્મમાં મોડુ થવા માટે બીજી રીતે વિનેગર કે સરકો છે. આ માટે એક ગ્લાસ પાણીમાં 3થી 4 ચમચી સિરકા નાખીને દિવસમાં 2 વાર તેનુ સેવન કરો. 3 થી 4 દિવસ માટે પીરિયડ્સ સ્થગિત થઈ જશે.

webdunia

લીંબૂ

તેમા ભરપૂર માત્રામાં વિટામિન સી જોવા મળે છે. તેનુ સેવન કરવાથી પીરિયડ્સ તમારા મોડા આવશે સાથે જ આ દરમિયાન થનારા દુખાવાથી પણ મુક્તિ મળશે. આ માટે તેને ચાવો કે ચુસો.

webdunia

ચોખાનુ પાણી

જો તમે પીરિયડ્સને ડિલે કરવા માંગો છો તો ચોખાનુ પાણી અને લીંબુનો રસ પી શકો છો. દિવસમાં ઓછામાં ઓછા 3 વાર આ પાણી પીવો.

webdunia

ફુદીના

તમારા ખાવાનો સ્વાદ અને સુગંધ વધારવા સાથે જ આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેને તમે કાકડીના રસ સાથે મિક્સ કરીને પી શકો છો. તેનાથી પીરિયડ્સ ડીલે થશે. સાથે જ આ દરમિયાન થનારા દુખાવાથી આરામ મળશે.

webdunia

વર્કઆઉટ

પીરિયડ્સને રેગુલર રાખવા માટે વર્કઆઉટ કરવુ સારી વાત છે. પણ આ જ ઉપાય તમે પીરિયડસને ટાળવા માટે પણ અજમાવી શકો છો. જલ્દી પીરિયડસ ન આવે એ માટે હેવી એક્સરસાઈઝ કરો.

webdunia

આ આર્ટીકલમાં બતાવેલ વિધિ, રીત અને દાવાઓની વેબદુનિયા પુષ્ટિ કરતુ નથી. આ માત્ર સલાહના રૂપમાં લઈ લો. આ પ્રકારના કોઈપણ ઉપચાર/દવા/ડાયેટ પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.