ઝડપથી વધવા માંડશે બાળકની હાઈટ, રોજ કરાવો આ એક્સરસાઈઝ

યોગ્ય ઉંમરે બાળકોના શરીરના વિકાસ થવો ખૂબ જરૂરી છે, આવી સ્થિતિમાં બાળકોની હાઈટ વધારવા માટે બાળકોને નિયમિતપણે આ એક્સરસાઈઝ કરાવો.

social media

. ઊંચાઈ વધારવા માટે લટકવું એ સૌથી બેસ્ટ એક્સરસાઈઝ છે.

તે હાથની શક્તિ વધારે છે અને શરીરને ટોન કરવામાં મદદ કરે છે.

પીઠ અને પીન્ડલીના સ્નાયુઓને ઉત્તેજીત કરવા માટે ટૂ ટચિંગ(અંગૂઠાને સ્પર્શ કરવો) એ સૌથી સરળ કસરત છે.

તેનાથી જાંઘના સ્નાયુઓ ખેંચાય છે જે ઊંચાઈ વધારવામાં મદદ કરે છે.

ઊંચાઈ વધારવા માટે કોબ્રા પોઝ એક ઉત્તમ યોગ આસન છે.

દોરડા કૂદવાથી ઊંચાઈ વધારવામાં ઘણી મદદ મળે છે.

આ પ્રકારની કસરત શરીરની ગ્રોથ અને ઊંચાઈ વધારવા માટે શ્રેષ્ઠ છે.

જે બાળકો નાનપણથી જ તાડાસન યોગ કરે છે તેઓમાં ઊંચાઈ સંબંધિત સમસ્યાઓ ઓછી જોવા મળે છે.

આ યોગાસનમાં માથાથી પગ સુધી શરીરના તમામ માંસપેશીઓની સ્ટ્રેચિંગ થાય છે.

બાળકોની ઊંચાઈ વધારવા માટે, વૃક્ષાસન યોગ અથવા ટ્રી પોઝનો અભ્યાસ કરવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.