Dengue માં પ્લેટલેટ્સ કેવી રીતે વધારવી

પ્લેટલેટ્સ એવી કોશિકાઓ હોય છે જે લોહીના વહેતુ રોકે છે. ડેંગૂ એક ખતરનાક તાવ છે. તેમા પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા માંડે છે, જાણો તેને કેવી રીતે વધારવી

social media

ડેન્ગ્યુ તાવમાં, પ્લેટલેટની સંખ્યામાં ઝડપથી ઘટાડો થવાને કારણે દર્દીનું મૃત્યુ થઈ શકે છે.

લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછામાં ઓછી 1,50,000 હોવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે પપૈયાના પાનનો રસ અથવા ઉકાળો પીવાથી પ્લેટલેટ્સ વધે છે.

પપૈયાના પાંદડામાં એસેટોજેનિન નામનું અનોખું ફાયટોકેમિકલ હોય છે, જે પ્લેટલેટની ઘટતી સંખ્યાને ઝડપથી વધારે છે.

એક મુઠ્ઠી કિસમિસને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે તેને ખાવ કારણ કે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે લોહીને વધારે છે.

વિટામિન C થી ભરપૂર ખોરાક જેમ કે કીવી, નારંગી, આમળા, લીંબુ ખાવાથી પણ પ્લેટલેટ્સ વધે છે.

બીટરૂટ અને દાડમમાં આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ વધારતા પોષક તત્વો હોય છે. તેનાથી ડેન્ગ્યુના દર્દીઓના શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા વધી જાય છે.

વિટામીન K પાલકના સૂપ કે શાકમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ વિટામિન પ્લેટલેટ્સ વધારવાનું કામ કરે છે.