Kitchen Hacks: શાકમાં મીઠુ વધારે પડી ગયુ છે તો અપનાવો આ tricks

મીઠું ખાવાનો સ્વાદ વધારવાની સાથે તેને બગાડી પણ શકે છે. જો શાકભાજી કે દાળમાં મીઠું વધારે થઈ ગયુ હોય તો આ ઉપાયો અપનાવી શકો છો.

social media

વિટામિન સી થી ભરપૂર લીંબુનો સ્વાદ ખાટો હોવાથી તે મીઠુ ઓછુ કરવાના કામમાં આવી શકે છે. જો દાળ કે શાકમાં મીઠુ વધુ થઈ જાય તો પરેશાન થવાની જરૂર નથી તેમા લીંબુનો રસ મિક્સ કરી દો.

રસોઈ બનાવતી વખતે જો દાળ કે શાકમાં મીઠુ વધુ થઈ જાય તો ઘઉંના લોટની નાની નાની 3-4 ગોળીઓ બનાવીને શાક કે દાળમાં નાખી દો અને થોડીવાર પછી બહાર કાઢી લો. લોટની ગોળીઓ વધારાનુ મીઠુ શોષી લેશે

શાક કે દાળમાં મીઠુ ઓછી કરવામાં દેશી ઘી ખૂબ ગુણકારી છે. જો ખાવામાં મીઠા સાથે જ મરચુ પણ વધુ થઈ ગયુ હોય તો દાળ કે શાકમાં એક ચમચી દેશી ઘી નાખી દો.

શાકભાજીમાં જો વધુ મીઠુ પડી જાય તો તેને ઠીક કરવા માટે શાકમાં બે ચમચી દહી નાખીને સારી રીતે મિક્સ કરી લો. શાકમાં દહી પડતા જ મીઠાની માત્રા સંતુલિત થઈ જશે.

શાકભાજીમાં મીઠુ વધુ થવા પર તમે બાફેલા બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે શાકમાં બાફેલા બટાકા નાખીને થોડીવાર માટે છોડી દો. બટાકા શાકમાં રહેલુ વધારાનુ મીઠુ શોષી લેશે અને મીઠાની માત્રાને ઠીક કરી દેશે

તમારા શાકમાં મીઠુ વધુ થઈ ગયુ છે તો તેને બેલેંસ કરવા માટે તમે સેકેલા બેસનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા બેસન લો અને થોડુ સેંકી લો. ત્યારબાદ તેને શાકમાં મિક્સ કરી દો. તેનાથી મીઠુ બેલેંસ થશે

જો તમને લાગે કે શાક કે દાળમાં મીઠુ વધુ થઈ જાય તો ગભરાશો નહી અને તેમા બ્રેડનો એક ટુકડો છોડી દો અને થોડીવાર પછી તેને કાઢી લો.