શરીરમાં યુરિક એસિડ વધે ત્યારે દેખાય છે આ 5 લક્ષણો

હાઈ યુરિક એસિડ હોવાથી કિડની માટે યુરિક એસિડને ફિલ્ટર કરવું મુશ્કેલ બની જાય છે, આવી સ્થિતિમાં આમાંથી કેટલાક લક્ષણો તમારા શરીરમાં દેખાઈ શકે છે

social media

યુરિક એસિડ એક કેમિકલ હોય છે જે પ્યુરીન્સના તૂટવાથી નીકળે છે.

એટલે કે, તે એક પ્રકારની ગંદકી છે જેને કિડની ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા દૂર કરે છે.

ઘણીવાર એવું થાય છે કે કીડની શરીરમાંથી યુરિક એસીડ બહાર કાઢવામાં અસમર્થ હોય છે ત્યારે શરીરમાં યૂરિક એસીડ વધવા માંડે છે.

ધીરે ધીરે આ યુરિક એસિડ ક્રિસ્ટલ્સનું રૂપ ધારણ કરે છે જે સાંધાની આસપાસ ભેગું થવા માંડે છે.

જો યુરિક એસિડ વધી જાય તો તમને કિડનીમાં પથરીની સમસ્યા પણ થઈ શકે છે.

યુરિક એસિડથી ક્રીસ્ટલ જામવા શરૂ થાય છે, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો થાય છે.

કિડની પર આ એસિડની અસરને કારણે, પેશાબ યોગ્ય રીતે ફિલ્ટર થતો નથી. જેના કારણે વારંવાર પેશાબ થાય છે.

યુરિક એસિડમાં વધી જવાથી ઉબકા, નબળાઈ અને ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

યુરિક એસિડ વધવાથી પણ તાવ આવે છે. જો આવા કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરને બતાવવું જોઈએ.