કેવી રીતે કરશો કપાલભાતી પ્રાણાયામ ?
કપાલભાતી પ્રાણાયામના અનેક ફાયદા છે, જાણો તેને કરવાની સરળ વિધિ
webdunia
કરોડરજ્જુને સીધી રાખીને સિદ્ધાસન અથવા વજ્રાસનમાં બેસો. બંને હથેળીઓને ઘૂંટણ પર રાખો જે આકાશ તરફ ખુલ્લી હોય.
હવે ઊંડા શ્વાસ બહાર કાઢવાની ક્રિયા કરો.
શ્વાસ બહાર કાઢતી વખતે અથવા ફેંકતા વખતે પેટને અંદરની તરફ ધકેલો એટલે કે નાભિને કરોડરજ્જુ તરફ ખેંચવાની છે
એટલુ જ જોર લગાવો, જેટલુ સહજતાથી લાગી જાય. શ્વાસ લેવાનો નથી. કારણ કે આ ક્રિયામાં શ્વાસ આપમેળે જ અંદર ચાલ્યો જાય છે.
આ પ્રક્રિયાને 20 વાર કરવાથી એક રાઉંડ પુરો થઈ જશે
છેવટે રીલેક્સ થઈને નાભિ અને પેટને ઢીલુ છોડી દો
આ પ્રક્રિયાને 3 રાઉંડ કે 80 શ્વાસ સુધી વારેઘડીએ કરી શકાય છે.
પેટ, છાતી કે ગળામાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ પ્રાણાયામ ન કરશો