Kitchen Hacks - આ 8 કિચન હેક્સ રસોડામાં આવશે કામ

રસોડાના કામ જોવા જઈએ તો વધુ હોતા નથી પણ તેને કરવામાં ખૂબ સમય લાગે છે. આજે અમે તમને આવા જ કેટલાક કિચન હેક્સ વિશે જણાવીશું, જેનાથી તમારું કામ સરળતાથી અને ઓછા સમયમાં પૂરું થઈ જશે.

webdunia

જો પ્રેશર કૂકરના ઢાંકણામાંથી પાણી વારંવાર બહાર આવે તો

દાળ રાંધતી વખતે પ્રેશર કુકરના ઢાંકણમાંથી વારંવાર પાણી નીકળતું હોય તો દાળને ઉકળવા માટે મુકતી વખતે તેમાં સ્ટીલની એક નાની વાડકી મુકી દો .

સરગવાને સ્ટોર કરવા

સરગવાને છોલીને તેના નાના ટુકડા કરી લો અને ફ્રીઝરમાં એરટાઈટ કન્ટેનરમાં મુકો. 1.5 મહિનાથી વધુ ચાલશે.

રસોડાના કાતરને ધાર કરવા માટે

મીઠાના ડબ્બામાં બે-ત્રણ મિનિટ માટે કાતર ચલાવો. આમ કરવાથી તમારી કાતરની ધાર ખૂબ જ તીક્ષ્ણ થઈ જશે.

જો ચોખાને બાફતી વખતે પાણી બચી જાય તો

ચોખાને બાફતી વખતે તેમાં ઘણું પાણી બચે છે, તેથી તેને ગેસ પર મુકો અને તેમાં 1 નંગ બ્રેડ મુકી દો. હવે બ્રેડને પલટો. ગેસ બંધ કરો અને બ્રેડના ટુકડાને 5 મિનિટ પછી કાઢી લો

મીઠાના ડબ્બામાં ભેજ આવી ગયો હોય તો

મીઠાના જારમાં મૉઈશ્ચર આવે તો મીઠુ ભીનુ થઈ જાય છે. મૉઈશ્ચરને હટાવવા માટે તમે જારમાં ચોખાના દાણા નાખી દો.

સહેલાઈથી લસણને છોલવાની ટ્રિક

લસણની કળીઓને થોડા ટાઈમ માટે ગરમ પાણીમાં નાખી દો. થોડીવાર પછી વગર કોઈ મહેનતે માત્ર ઉપરનો ભાગ કાપવાથી આખુ છાલટુ નીકળી જશે.

નહી બદલાય ચટણીનો રંગ

ચટણી બનાવતી વખતે તેમા 1 ચમચી દહી નાખી દો. તેનાથી ચટણીનો રંગ એવો જ રહેશે.

સફરજનના ટુકડા કાળા નહી પડે

કાપેલા સફરજનના ટુકડાને ઠંડા પાણીમાં મીઠુ અને લીંબુ નાખીને તેમા નાખીને કાઢી લો. આવુ કરવાથી સફરજન લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.