Cold Drink ના વધુ પડતા સેવનથી થઈ શકે છે આ 5 નુકશાન

વધુ કોલ્ડ ડ્રિંક પીવથી ફક્ત વજન જ નથી વધતુ પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. આવો જાણીએ આ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી શરીરને થતા નુકશાન વિશે

webdunia

આ ડ્રિંક્સ પીવાથી ડાયાબિટીસ(Diabetes)નો ખતરો વધી શકે છે. તેમા એડેડ શુગર વધુ માત્રામાં જોવા મળે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસનુ કારણ બને છે.

શુગરથી ભરપૂર કોલ્ડ ડ્રિંક્સ દિલના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. અનેક સ્ટડીઝમાં પણ આ વાત સામે આવી છે કે શુગરનુ અત્યાધિક સેવન દિલની બીમારીઓ સાથે જોડાયેલ છે.

વધુ પડતુ કોલ્ડ ડ્રિંક્સ પીવાથી વજન વધે છે. સોડાવાળી ડ્રિંકના એક કંટ્રેનરમાં ઓછામાં ઓછા 8 ચમચી ખાંડની માત્રા હોય છે.

કોલ્ડ ડ્રિંક્સનુ અત્યાધિક સેવન દાંતોના બહારી પરત જેને ઈનેમલ કહે છે ને નુકશાન પહોંચાડે છે, જે દાંત સડવા અને તૂટવાનુ પણ કારણ બને છે.

કોલ્ડ ડ્રિંક્સ એક રીતે એડિક્ટિવ ડ્રિંક છે. આ મગજના આરોગ્ય માટે ખરાબ સાબિત થાય છે. કેટલાક અભ્યાસ મુજબ આ ડ્રિંક મેમોરીને ધીમી બનાવે છે.

Disclaimer: આ માહિતી ફક્ત સામાન્ય જાણકારી આપવા માટે છે. વધુ જાણકારી માટે કોઈ વિશેષજ્ઞની સલાહ લો. વેબદુનિયા આ માહિતી માટે જવાબદારીનો દાવો કરતુ નથી.