મધ્ય પ્રદેશના ટૉપ 10 જોવાલાયક સ્થળ
મધ્યપ્રદેશ આમ તો ઘણા પ્રાકૃતિક, ધાર્મિક અને એતિહાસિક સ્થળ છે પણ 10 ખાસ સ્થળો જાણો
webdunia
ઉજ્જૈન- તીર્થ નગરી ઉજ્જૈનમાં હાજર છે 12 જ્યોતિર્લિંગોમાંથી એક અને મહાકાલેશ્વર મંદિર અને તેનો મહાકાલ કોરિડોર.
ઓંકારેશ્વર- 12 જ્યોર્તિલિંગમાંથી એક ઓંકારેશ્વરની પાસે મહેશ્વર અને મંડલેશ્વર ફરવા ન ભૂલશો.
માંડવ- જો તમે એતિહાસિક સ્થળને જોવા ઈચ્છો છો તો માંડવ જવું. અહીં રાણી રૂપમતી અને બાજ બહાદુરના મહલ છે.
સાંચી સ્તૂપ- સાંચી માત્ર બૌદ્ધ ધર્મને જ સમર્પિત નથી, અહીં જૈન અને હિંદુ ધર્મ સાથે સંબંધિત પુરાવા છે.
ભેડાઘાટ - અહી સફેદ સંગમરમરના બે પર્વત વચ્ચે નર્મદા નદી વહે છે. આ સ્થાન ધુઆંધાર ઝરણા માટે જાણીતુ છે.
પચમઢી- પચમઢી એકમાત્ર હિલ સ્ટેશન છે જે મધ્ય પ્રદેશના શ્રીનગર અને સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પણ ઓળખાય છે.
ખજુરાહો- મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ ખજુરાહો તેમના મંદિરો માટે પ્રસિદ્દ છે.
બાંધવગઢ- આ જંગલમાં તમને બંગાળના વાઘ, સફેદ વાઘ, લંગુર, હરણ, હાથી અને અનેક પ્રકારના લુપ્તપ્રાય પક્ષીઓ જોવા મળશે.
ઈંદોર - ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર છે. અહીં લાલબાગ પેલેસ, રજવાડા, રાલામંડલ, બિજાસન ટેકરી, ગોમતગીરી, પિત્રુ પર્વત વગેરે જેવા પ્રખ્યાત સ્થળો છે.
ઓરછા- દરરોજ મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ ઓરછા અને રામરાજા શહેર પહોંચે છે.