શુ આપ જાણો છો બ્રાઉન રાઈસ વજન ઘટાડવા ઉપરાંત શુગર લેવલ પણ કંટ્રોલ કરે છે ?
બ્રાઉન રાઈસ એન્થોકયાનિન જેવા એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે. તેમને આહારનો ભાગ બનાવવાથી ત્વચાની તંદુરસ્તી સુધરે છે. લાલ ચોખાના સેવનથી રક્ત પરિભ્રમણ સુધરે છે. આવો જાણીએ અન્ય શું ફાયદા છે.
wd
બ્રાઉન રાઇસ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી આર્ટરીઝ બ્લોક નથી થતી અને હાર્ટ સંબંધી બીમારીઓ થવાનો ખતરો ઓછો રહે છે.
બ્રાઉન રાઇસ હૃદયના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખે છે. આ ફાઇબર અને ફાયદાકારક પોષકતત્ત્વથી ભરપૂર છે, જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બ્રાઉન રાઇસમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલા હોય છે, એટલે આ એજિંગને પણ અટકાવે છે.
વ્હાઇટ રાઇસની સરખામણીમાં બ્રાઉન રાઇસ ખાવાથી શુગર લેવલ વધતું નથી. દરરોજ બ્રાઉન રાઇસ ખાવાથી ડાયાબિટીસ થવાનો ખતરો પણ ઘણાં અંશે ઓછો થઈ જાય છે.
બ્રાઉન રાઇસમાં ઓછી કેલેરી હોય છે, પરંતુ તેમાં ફાઇબરની માત્રા ભરપૂર હોય છે, જેનાથી ડાઇજેશન અને મેટાબોલિઝ્મ સારું થાય છે
બ્રાઉન રાઇસમાં અનેક નેચરલ ઓઇલ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલમાં રાખે છે.
નોંધ: ટીપ્સને અનુસરતા પહેલા તબીબી નિષ્ણાતની સલાહ લો.