Weight Loss: ડાયેટિંગ નહી આ ખાવાની વસ્તુઓથી વજન ઘટાડો

વજન ઓછુ કરવા માટે ઘણા લોકો ડાયેટિંગ કરે છે. આજે અમે આપને બતાવીશુ કેટલીક ખાવાની વસ્તુઓની મદદથી ડાયેટિંગ વગર પણ તમે ઝડપથી વજન ઘટાડી શકો છો.

webdunia

બદામ - બદામને સુપરફુડ માનવામાં આવે છે. બદામમાં ભરપૂર ફાઈબર હોય છે. જેનાથી ભૂખ નથી લાગતી. બદામથી તમારુ વજન ઝડપથી ઉતરી જશે.

webdunia

દૂધી - કેટલીક શાકભાજીઓ જેવી કે દૂધી અને તુરિયામાં પ્રોટીન, વિટામીન અને લવણ હોય છે જેનાથી પાચનતંત્ર સારુ રહે છે અને વજન પણ ઉતરી જાય છે

webdunia

છાશ - પાતળા થવુ છો તો ખોરાકમાં રોજ એક ગ્લાસ છાશનો ઉપયોગ કરો, પેટ જલ્દી ભરાશે. છાશમાં હેલ્ધી બેક્ટેરિયા, કાર્બોહાઈડ્રેટ અને લેક્ટોઝ હોય છે જે રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે અને વજન ઉતારે છે.

webdunia

દહી - દહી ખાવાથી વજન ઓછુ થાય છે. ગરમીમાં દહી શરીરને પોષણ આપે છે. સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. દહીથી પેટ ભરેલુ રહે છે.

webdunia

લીંબૂ - ગરમીમાં લીંબૂનો ઉપયોગ વધુ કરવો જોઈએ. રોજ લીંબુનુ પાણી પીવાથી શરીરને ઉર્જા મળે છે અને વજન પણ ઘટે છે.

webdunia

ગ્રીન ટી પીવો - જો તમારુ મેટાબોલિજ્મ સારુ છે તો તમારુ વજન નહી વધે. આ માટે રોજ 2-3 વાર ગ્રીન ટી જરૂર પીવો. ગ્રીન ટી થી તમારુ ફેટ ઝડપથી બર્ન થશે.

webdunia

ગરમ પાણી - શરીરની ગંદકી બહાર કાઢવા માટે અને વજન ઓછુ કરવા માટે રોજ ગરમ પાણી પીવો. તેનાથી તમારી બોડી ડિટોક્સ થશે અને મેટાબોલિઝ્મ પણ ઝડપી થશે.

webdunia

આ આર્ટિકલમાં બતાવેલ વિધિ રીત અને દાવાની વેબદુનિયા પુષ્ટિ કરતુ નથી. તેને ફક્ત સલાહના રૂપમાં લો. આ રીતે કોઈપણ ઉપચાર/દવા/ડાયેટ પર અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.