લો બીપી શુ છે અને શુ છે તેના લક્ષણ ?
લો બીપી અર્થાત નિમ્ન રક્તચાપમાં ડોક્ટરની સલાહ લઈને જ કોઈ નિયમ ફોલો કરો.
webdunia
સામાન્ય રીતે બીપીનુ લેવલ 120/80 mmHg અથવા તેની આસપાસ હોવુ જરૂરી હોય છે.
જો તમારુ બીપી 90/60 mmHg થી ઓછુ છે તો આ લો બીપી માનવામાં આવે છે.
લો બીપીના રોગીઓને તરત જ ડોક્ટરની સલાહથી ખાનપાનમાં ફેરફાર કરી જરૂરી મેડિસિન લેવી જોઈએ.
લો હોય કે હાઈ બંને બીપીથી હાર્ટ અટેક કે સ્ટ્રોક જેવી અનેક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
લો બીપીના લક્ષણોમાં ચક્કર આવવા, આંખો સામે અંધારુ છવાય જવુ, હાથ પગ ઠંડા પડવા, થોડીવાર માટે બેહોશી આવવી વગેરે છે.
આ સાથે જ સૂતી વખતે, ઉભા થવા અને બેસવામાં બ્લડ પ્રેશરના સ્તરમાં ફેરફાર થવો આ બધા લો બીપીના લક્ષણ છે.
ડોક્ટરની સલાહથી ટામેટાના રસમાં થોડા કાળા મરી અને મીઠુ નાખીને પીવો. તેનાથી રાહત મળશે.
છાશમાં મીઠુ, સેકેલુ જીરુ અને હીંગ મિક્સ કરીને તેનુ સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.
પોષક તત્વોથી ભરપૂર ભોજન કરવા ઉપરાંત પગપાળા ચાલવુ અને કસરત કરવી જોઈએ.