અસ્થમાની બીમારી શું છે ? અસ્થમાના લક્ષણો શું છે?

અસ્થમા શું છે અને કેવી રીતે થાય છે, જાણો અસ્થમાના લક્ષણો

webdunia

અસ્થમાને દમા પણ કહેવામાં આવે છે, જે ફેફસાનો રોગ છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે.

આ એક ક્રોનિક કંડીશન છે. મતલબ કે તે ક્યારેય સમાપ્ત થતી નથી. તે અસાધ્ય છે.

આમાં શ્વાસની નળીઓમાં સોજો આવે છે અને ફેફસાંની નળીઓ સંકોચવા લાગે છે.

શ્વાસ લેતી વખતે સીટીનો અવાજ આવવો, કર્કશ થવુ, હસતી વખતે, કસરત કરતી વખતે અથવા રાત્રે ઉધરસ થવી એ અસ્થમાના લક્ષણો છે.

છાતી જકડાઈ જવી-દુખાવો, વાત કરવામાં તકલીફ, ઝડપી શ્વાસ, એલર્જી, વારંવાર ઈન્ફેક્શન થવુ એ પણ અસ્થમાના લક્ષણો છે.

અસ્થમાનો રોગ બાળકોમાં સામાન્ય છે પરંતુ કેટલાક લોકોમાં વૃદ્ધાવસ્થામાં તેના લક્ષણો જોવા મળે છે.

જો કુટુંબના કોઈ સભ્યને અસ્થમા હોય, તો તમને પણ અસ્થમા થવાની શક્યતા વધુ હોય છે.

જેમને બાળપણમાં ગંભીર વાઇરલ ઇન્ફેક્શન થયું હોય તેમને અસ્થમા થવાની શક્યતા વધુ હોય છે.