શિયાળામાં શુ ખાવુ જોઈએ ?

10 વસ્તુઓ જેનો પ્રયોગ શિયાળામાં તમારા આરોગ્ય, સુંદરતા અને મસ્તિષ્કનુ વિશેષ ધ્યાન

webdunia

ખસખસ- પલાળેલા ખસખસને ખાલી પેટ ખાવાથી મન તાજગી અને આખો દિવસ ઉર્જા અનુભવે છે. તમે ખસખસવાળુ દૂધ અથવા શીરો ખાઈ શકો છો.

કાજુ- ઠંડીમાં શરીરનું તાપમાન નિયંત્રિત કરવા માટે વધુ કેલરીની જરૂર પડે છે. કાજુ કેલરી પૂરી પાડે છે.

બદામ - બદામ ખાવાથી તમને પ્રોટીન, કેલ્શિયમ મળે છે. તેને આખી રાત પાણીમાં પલાળો અને સવારે તેને દૂધ કે શીરા સાથે મિક્સ કરીને ખાવ.

અખરોટ- અખરોટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ છે, અખરોટમાં ફાઈબર, વિટામિન એ અને પ્રોટીન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

અંજીર - તેમાં આયર્ન હોય છે, જે લોહી વધારવામાં મદદરૂપ છે.

ચ્યવનપ્રાશઃ- દરરોજ ચ્યવનપ્રાશ ખાવાથી શરીરનું પાચનતંત્ર મજબૂત બને છે, ઉર્જા જળવાઈ રહે છે.

ગઝક - ગોળ અને તલમાંથી બનાવવામાં આવે છે. ગોળમાં આયર્ન, ફોસ્ફરસ અને તલમાં કેલ્શિયમ અને ફેટ હોય છે, જે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.

ખજૂર - તેમાં આયર્નની સાથે મિનરલ્સ અને વિટામિન હોય છે. તેને ઠંડીમાં દરરોજ 20 થી 25 ગ્રામ ખાવી જોઈએ.

દૂધ- રાત્રે સૂતી વખતે કેસર, આદુ, ખજૂર, અંજીર, હળદર મિક્સ કરીને દૂધ પીવાથી શિયાળામાં શરદી-ખાંસી મટે છે.

ગુંદરના લાડુ - આ સિઝનમાં વધુ સારા હોય છે કારણ કે તે સરળતાથી પચી જાય છે. એક લાડુમાં 300 થી 350 કેલરી હોય છે.

Disclaimer : આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરતા પહેલા, મહેરબાની કરીને તમારા ડૉક્ટરની સલાહ લો.