એક સમયે સુસાઈડ કરવા માંગતો હતો મોહમ્મદ શમી, આજે બની ગયો છે દેશનો સૌથી મોટો હીરો

- મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે મેચમાં કુલ 7 વિકેટ ઝડપીને આજે હીરો બની ગયો છે આવો જાણીએ તેમના વિશે

social media

શમી માટે અહીં સુધી પહોંચવાનો રસ્તો બિલકુલ સરળ નહોતો. શમી છેલ્લા કેટલાક સમયથી અનેક આરોપો અને વિવાદો સાથે જોડાયેલો છે. તેણે એક નહીં પરંતુ ત્રણ વખત આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ નસીબમાં કંઈક બીજું જ લખ્યું હતું. તેને તેના પરિવારનો ટેકો મળ્યો અને તેણે આ સ્થાન સુધી પહોંચવા માટે તેના ખરાબ સમયનો સામનો કર્યો.

મોહમ્મદ શમીનું ઉત્તર પ્રદેશના અમરોહામાં 150 વીઘા વિસ્તારમાં ફેલાયેલું ભવ્ય ફાર્મહાઉસ છે. શમીએ 2015માં પ્લોટ ખરીદ્યો હતો અને તેનું ડ્રીમ હાઉસ બનાવ્યું હતું, જેનું નામ હસીન ફાર્મહાઉસ હતું.

ભારતીય ફાસ્ટ બોલરે તેના ફાર્મહાઉસમાં કેટલીક પ્રેક્ટિસ પીચ પણ બનાવી છે, જ્યાં સુરેશ રૈના, ભુવનેશ્વર કુમાર અને અન્ય ખેલાડીઓ લોકડાઉન દરમિયાન પ્રેક્ટિસ કરવા આવતા હતા.

2022માં ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મોહમ્મદ શમી સૌથી ઝડપી 150 ODI વિકેટ લેનારો ભારતીય બન્યો હતો. એચટી ઓટોના જણાવ્યા અનુસાર, ફાસ્ટ બોલરે પ્રવાસમાંથી પરત ફર્યા બાદ પોતાને 98.13 લાખ રૂપિયાની જગુઆર એફ-ટાઈપ કાર ભેટમાં આપી હતી.

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI) દ્વારા શેર કરાયેલ 2022-23ના કરારની વિગતો અનુસાર, મોહમ્મદ શમીને ગ્રેડ A કરાર મળ્યો હતો, જે તેને 5 કરોડ રૂપિયાના વાર્ષિક વેતન માટે હકદાર બનાવે છે.

2022ની IPLની હરાજી દરમિયાન, નવી રચાયેલી IPL ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે મોહમ્મદ શમીને 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

33 વર્ષીય આ ક્રિકેટર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ સારી એવી કમાણી કરે છે. તે Nike, OctaFX, Blitzpools અને અન્ય જેવી પ્રખ્યાત બ્રાન્ડ સાથે સંકળાયેલા છે.