NDA ના 'કિંગમેકર' અને આંધ્રપ્રદેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપતા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ વિશે રસપ્રદ તથ્યો

ચંદ્રબાબુ નાયડુ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના સીએમ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. કોંગ્રેસ કાર્યકરથી ધારાસભ્ય, મંત્રી અને પછી સીએમ સુધીની તેમની સફર ઘણી રસપ્રદ રહી છે.

social media

તેલુગુ દેશ પાર્ટી (TDP)ના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ આજે ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

નાયડુ માત્ર 28 વર્ષની ઉંમરમાં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેઓ 30 વર્ષની વયે મંત્રી બન્યા અને 45 વર્ષની ઉંમરે મુખ્યમંત્રી બન્યા.

ચંદ્રબાબુ નાયડુના રાજકીય કરિયરની વાત કરીએ તો તેમણે કોંગ્રેસથી પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી.

ચંદ્રબાબુ નાયડુએ 1981માં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના દિગ્ગજ અભિનેતા એનટી રામારાવના પુત્રી નારા ભુવનેશ્વરી સાથે લગ્ન કર્યા હતા.

ટીડીપીની સ્થાપના સાથે, ચંદ્રબાબુ નાયડુએ પણ પક્ષ બદલ્યો અને તેમના સસરા એનટી રામારાવની પાર્ટીમાં જોડાયા.

1995માં તેણે પોતાના સસરાને હટાવી દીધો અને પોતે આંધ્રપ્રદેશના સીએમ બન્યા. એનટીઆરની બીજી પત્ની લક્ષ્મી પાર્વતીની પાર્ટી અને સરકારમાં દખલગીરીના કારણે તેમણે આ પગલું ભર્યું હતું.

1995 થી 2004 સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી હતા અને રાજ્યમાં આર્થિક સુધારા લાવનારા સીએમ તરીકે ઓળખાયા હતા.

ચંદ્રબાબુ નાયડુએ 1999માં કેન્દ્રમાં રચાયેલી એનડીએ સરકારને બાહ્ય સમર્થન આપ્યું હતું. ચંદ્રબાબુ નાયડુ 10 વર્ષ વિપક્ષના નેતા પણ હતા.

2019ની વિધાનસભા ચૂંટણીમાં ટીડીપી 175માંથી માત્ર 23 સીટો મેળવી શકી હતી. પરંતુ 2024ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ 161 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી સાથે વિધાનસભામાં પરત ફર્યા છે.